ભરૂચ જિલ્લા ક્રાઇમ બ્રાંચ (LCB) ની ટીમે વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન રેડ કરીને ૨૦ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, વાલિયાના નિકોલી ગામનો સંજય ધીરૂભાઇ વસાવાએ એક ટ્રક (નં. GJ-16-X-7047) માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને મોખડી ગામે ટેકરી ફળીયામાં સંતાડી રાખ્યો છે.

બાતમીના આધારે રેઇડ કરતાં, ટ્રકમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૫,૪૩૩ બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹૧૩,૨૪,૬૦૫/- થાય છે. દારૂ અને ટ્રક (કિંમત ₹૭,૦૦,૦૦૦/-) મળીને કુલ ₹૨૦,૨૪,૬૦૫/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે આ ગુનામાં સંજય ધીરૂભાઇ વસાવા (રહે. નિકોલી, વાલિયા) અને ટ્રકના માલિક સહિત બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને વાલિયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

