BHAVNAGAR : ચિત્રાના શેરે પંજાબ ઢાબાનો પનીરનો નમૂનો સબસ્ટાન્ડર્ડ

0
45
meetarticle

ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં શહેરના ચિત્રા ખાતે આવેલ એક ઢાબાનો પનીરનો નમૂનો લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યો હતો. આ રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ આવતા મહાપાલિકાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ભાવનગર શહેરના ચિત્રા ખાતે આવેલ શેરે પંજાબ ઢાબામાંથી ગત તા. રપ સપ્ટેમ્બર-ર૦રપના રોજ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા પનીર (લૂઝ)નો નમૂનો લેવામાં આવ્યો હતો અને આ નમૂનો તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. તાજેતરમાં આ પનીરનો નમૂનો સબસ્ટાન્ડર્ડ આવ્યો હતો તેથી મહાપાલિકાના ફૂડ વિભાગે આગળની કાર્યવાહી શરૂ કરી છે, જેમાં ઢાબાના માલિકને પનીરનું બીલ રજૂ કરવા માટે એક માસનો સમય આપવામાં આવ્યો છે અને જો બીલ રજૂ નહીં કરે તો કેસ દાખલ કરવામાં આવશે તેમ મહાપાલિકાના ફૂડ વિભાગે જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે, ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરવાથી લોકોનું આરોગ્ય ખરાબ થતુ હોય છે તેથી ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરવા વારંવાર સૂચના આપવામાં આવે છે પરંતુ છતાં કેટલાક વેપારીઓ સુધરતા નથી, ત્યારબાદ ફૂડ વિભાગ દ્વારા નમૂના લઈ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરતા વેપારીઓ સામે કડક પગલા લેવા જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.

ખાદ્યપદાર્થના નમૂનાના રિપોર્ટ આવવામાં થતો વિલંબ

ખાદ્યપદાર્થના નમૂના ફૂડ વિભાગ દ્વારા લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવે છે પરંતુ આ નમૂનાનાં રિપોર્ટ આવતા ખુબ જ વિલંબ થાય છે તેથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ખાદ્યપદાર્થનું વેચાણ થઈ જાય છે, ત્યારબાદ રિપોર્ટ ૩ માસથી લઈ એક વર્ષે આવતો હોય છે, જેના કારણે લોકોનું આરોગ્ય બગડતુ હોય છે ત્યારે રિપોર્ટ ઝડપી આવે તેવું આયોજન કરવા લોકોની માંગણી ઉઠી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here