BHAVNAGAR : ચેક રિટર્ન કેસમાં 2 શખ્સને 1-1 વર્ષ, એક શખ્સને 6 માસ કેદની સજા

0
37
meetarticle

 ચેક રિટર્નના અલગ-અલગ ત્રણ કેસમાં બોટાદના એડી. જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસની કોર્ટે નાના સખપર અને હિંમતનગરના શખ્સોને એક-એક વર્ષ અને બોટાદના શખ્સને છ માસ કેદની સજા તેમજ દંડની રકમ ન ભરે તો એકથી ત્રણ માસ સાદી કેદ ભોગવવા હુકમ કર્યો છે.

બોટાદના ભાવનગર રોડ, રેલવે ફાટક બહાર, ઓમ શાંતિનગરમાં રહેતો વિનોદ બાબુભાઈ સાંકળિયા નામના શખ્સે માધવ શરાફી મંડળી લિ.-બોટાદ બ્રાંચમાંથી ૫૦ હજારની લોન લીધા બાદ બાકીની રકમ રૂા.૩૦,૧૦૧નો આપેલો ચેક રિટર્ન થયા અંગે દાખલ થયેલી ફરિયાદમાં બોટાદ કોર્ટે આરોપી વિનોદ સાંકળિયાને તકસીરવાન ઠેરવી છ માસ સાદી કેદની સજા અને રૂા.૬૦,૨૦૨નો દંડ, જો દંડની રકમ ન ભરે તો એક માસ સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે.ગઢડાના નાના સખપર, હનુમાનજી મંદિર પાસે, પોસ્ટ ઉગામેડી ખાતે રહેતો મહેશ કરમશીભાઈ પરમારે બોટાદની ધારા ફાઈનાન્સમાંથી ૫૦ હજારની લોન લીધા હતી. જે બાકી રકમનો ચેક રિટર્ન થતાં કોર્ટમાં દાખલ ફરિયાદમાં શખ્સને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ, એક લાખનો દંડ અને જો દંડ ન ભરે તો ત્રણ માસ સાદી કેદની સજા ભોગવવા બોટાદ કોર્ટે હુકમ કર્યો છે.

અન્ય એક કેસમાં હિંમતનગર ખાતે તાજ માર્કેટીંગ, ઈલોલ રોડ, કિફાયતનગર, નૂર કોલોની પાસે રહેતો ફજલ ગફુરભાઈ મેમણે સેંગળી ગામના સુરેશભાઈ ડાયાભાઈ પટેલ પાસેથી ગૃહ ઉદ્યોગને લગતી નાસ્તાની વસ્તુઓ લીધા બાદ બાકીના રૂા.૧,૪૯,૭૬૯ની રકમનો આપેલો ચેક બાઉન્સ થયો હતો. જે અંગે બોટાદ કોર્ટમાં એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ દાખલ થયેલી ફરિયાદમાં કોર્ટે શખ્સને કસૂરવાન ઠેરવી એક વર્ષની સજા, રૂા.૨,૯૯,૫૩૮નો દંડ અને જો દંડ ન ભરે  તો વધુ ત્રણ માસ સાદી કેદની સજા ફટકારી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here