BHAVNAGAR : ધંધુકા બરવાળા રોડ પરથી વિદેશી દારૂ બિયર ભરેલ કેરી વાહન સાથે શખ્સ ઝબ્બે

0
43
meetarticle

ધંધુકાથી બરવાળા રોડ પર આવેલ ખોડીયાર મંદિર પાસેથી વિદેશી દારૂ બિયર ભરેલ કેરી વાહન સાથે એક શખ્સને બરવાળા પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બરવાળા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,સુપર કેરી ભાર વાહન નંબર જીજે ૧૫ એટી ૬૯૯૩ માં વિદેશી દારૂ ભરી જીગર ભરતભાઈ શ્રીમાળી નામનો શખ્સ ધંધુકાથી બરવાળા તરફ આવે છે.જે બાતમીના આધારે બરવાળા પોલીસે બરવાળા ખોડિયાર મંદિર પાસે વોચ ગોઠવી આવી રહેલ કેરી વાહનને અટકાવી તલાશી લેતા વિદેશી દારૂની ૧૫૯૬ બોટલ બિયરના ટીન ૬૭૨ મળી રૂ.૪,૨૭,૨૦૦ નો મળી આવતા પોલીસે જીગર ભરતભાઈ શ્રીમાળીને વિદેશી દારૂ,કેરી વાહન ,મોબાઈલ મળી કુલ રૂ.૭,૨૮,૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેના વિરૂધ્ધ બરવાળા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here