BHAVNAGAR : પત્ની અને સાસુ પર પતિ સહિત 3 શખ્સનો છરી વડે હુમલો

0
48
meetarticle

સિદસરમાં પતિએ પત્ની પર શંકા રાખી માર મારતો હોય પત્ની રિસામણે ચાલી જતા પતિ સહિત ત્રણ ઈસમે પત્ની, સાસુ પર છરી પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

શહેરના સીદસર રોડ નવાપરા ખાતે રહેતા કિંજલબેન ભાવેશભાઈ ચૌહાણના પતિ ભાવેશ કોઈ કામ ધંધો કરતા ન હોય અને કિંજલબેન ઉપર શક વ્હેમ કરતા હોય, જે બાબતે પતિ ભાવેશ અવાર-નવાર મારા મારી કરતા હોય, જેથી કિંજલબેન માતા-પિતાના ઘરે રિસામણે આવી ગયા હતા. દરમિયાનમાં કિંજલબેન તથા તેની માતા કુંભારવાડા ખાતે મેલડી માના મંદીરે દર્શન કરી પરત આવતા હતા. તે દરમ્યાન પતિ ભાવેશ અને એક અજાણ્યા ઈસમે આવી માતા-પુત્રીને ગાળો આપી લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે કિંજલબેને પતિ સહિત ત્રણ શખ્સ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here