BHAVNAGAR : મોટા સુરકા ગામ નજીકથી વિદેશી દારૂની 14,593 બોટલ ઝડપાઈ

0
12
meetarticle

સિહોર તાલુકાના મોટા સુરકા ગામ નજીક ડુંગરની ગાળીમાં વિદેશી દારૂનો જથ્થો કટિંગ થઈ રહ્યો હોવાની બાતમીના આધારે ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોર્ડે રેઈડ કરી વિદેશી દારૂની ૧૪ હજારથી વધારે બોટલો સહિત કુલ રૂ.૯૬.૮૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસની રેઈડ દરમિયાન પાંચ શખ્સો નાસી છૂટયા હતા. બનાવ અંગે પેરોલ ફર્લો સ્ક્વોર્ડે સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિહોર તાલુકાના મોટા સુરકા ગામે પાણીના પરબથી સોનગઢ તરફ જતાં ખોડિયાર માતાના મંદિર તરફના કાચા રસ્તે ડુંગરની ગાળીમાં વિરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ કુકડ, ભાવેશ જેઠા ચાવડા, ઘનશ્યામ ઉર્ફે જીડી ભરવાડ, મુન્નો અને વરૂણ બારૈયા મળીને વિદેશી દારૂનો જથ્થો ઉતારીને કટિંગ કરતા હોવાની ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોર્ડને બાતમી મળતા ગત મોડી રાતે પેરોલ ફર્લો સ્ક્વોર્ડના સ્ટાફે તપાસ કરતા પોલીસની ગાડી જોઈને એક ઈસમ પોતાનું પીકઅપ વાહન લઈને ભાગવા જતાં ખાળીયામાં ગાડી ઉતારી દીધી હતી અને પોતાની ગાડી મુકીને નાસી છૂટયો હતો. જ્યાં પોલીસે તપાસ કરતા જીજે-૦૪-એડબલ્યુ-૮૮૦૯ નંબરના પીકઅપ વાહનમાં મમરાની બોરીની આડમાં વિદેશી દારૂ છુપાવ્યો હતો. તેમજ ત્યાં અન્ય એક જીજે-૦૩-બીવી-૦૯૮૯ નંબરના પીકઅપ વાહનમાં પણ દારૂની પેટીઓ હતી. તેમજ બન્ને વાહનની બાજુમાં પણ પડતર જગ્યામાં દારૂની પેટીઓનો ઢગલો પડેલો હતો. જે તમામ જથ્થાની પેરોલ ફર્લો સ્ક્વોર્ડના સ્ટાફે ગણતરી કરતા કુલ ૫૧૧ પેટીઓમાં રૂ.૮૬,૫૭,૩૯૦ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧૪,૫૯૩ બોટલો સહિત કુલ રૂ.૯૩,૮૨,૩૯૦નો મુદ્દામાલ કબ્જે લઈ નાસી જનારા પાંચેય શખ્સો સામે સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે. સિહોર પંથકમાં કટિંગ થઈ રહેલા મસમોટા દારૂના જથ્થાને પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝડપી લેતા સિહોર પોલીસ ઉંઘતી ઝડપાઈ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here