BHAVNAGAR : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, વડાપ્રધાને આસામથી આપી લીલી ઝંડી

0
11
meetarticle

આ પ્રસંગે તેમણે પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેરમાં 50 ઇ-બસોને લીલી ઝંડી આપી હતી. ભારતના શહેરોમાં ઇલેક્ટ્રિક બસોના ઉપયોગથી સ્વચ્છ, વિશ્વસનીય અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે પીએમ ઇ-બસ સેવા એક મહત્વપૂર્ણ પહેલ છે.

આ યોજનાના પ્રારંભિક તબક્કામાં ગુજરાત સિવાય મહારાષ્ટ્ર (નાગપુર), ચંડીગઢ અને આસામ (ગુવાહાટી)માં પણ બસો ફાળવવામાં આવી છે. રાજ્યમાં આ યોજનાના અમલીકરણ માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) ને ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગની રાજ્ય નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યના આઠ શહેરોમાં આ યોજના અંતર્ગત 750 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગરમાં કુલ 100 બસો દ્વારા નાગરિકો માટે પરિવહનની સુવિધાને વધુ સુદૃઢ બનાવવામાં આવશે. આ બસો દિવ્યાંગો માટે અનુકૂળ અને એરકન્ડિશન્ડ સુવિધાથી સજ્જ છે. સુરક્ષાના ભાગરૂપે તેમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આગામી સમયમાં રાજ્યમાં આઠ શહેરોમાં ઇ બસો શરૂ કરવામાં આવશે જેમાં વડોદરામાં 250, રાજકોટમાં 100, ભાવનગરમાં 100, ગાંધીનગરમાં 100, જામનગરમાં 50, જુનાગઢમાં 50, ગાંધીધામમાં 80 અને નવસારીમાં 20 ઇ બસો દોડાવવામાં આવશે. ઇલેક્ટ્રિક બસો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અને ટેક્નિકલ સુવિધાઓ વિકસિત કરવામાં ગુજરાત અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે. સમગ્ર દેશમાં એક સંકલિત પ્રયાસના ભાગરૂપે આ પહેલ પર્યાવરણને અનુકૂળ પરિવહનની દિશામાં મહત્વપૂર્ણ બની રહેશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here