BHAVNAGAR : વલ્લભીપુરથી આણંદપરના રોડ પર અકસ્માતને નિમંત્રણ આપતા ખાડાઓ

0
72
meetarticle

વલ્લભીપુરથી માઢીયાનો રોડ ખરાબ હાલતમાં થઈ જવા પામ્યો છે. આ રોડ પર ઠેર-ઠેર મોટા પ્રમાણમાં રોડ મોટા ખાડાઓ પડી ગયા હોય પ્રાણઘાતક અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.આ રોડ પર આડેધડ કામગીરી ચાલી રહી હોવાનો વાહનચાલકોએ આક્ષેપ કરી રોષ વ્યકત કર્યો છે.


વલ્લભીપુરથી રંગોલી ફાટક સુધી હાલ નવા રોડની કામગીરી ચાલી રહી હોય વલભીપુરથી ભાવનગર નીયમીતપણે અપડાઉન કરતા લોકોની હાલ આણંદપર-માઢીયાવાળા રોડ ઉપર વધારે અવર-જવર રહેતી હોય છે. આ રોડ પર આડેધડ કામ ચાલતું હોય છે.કયાંક અમુક નાના રોડના કટકા કરવામાં આવ્યા હોવાથી વાહન ચાલકો કફોડી હાલતમાં મુકાઈ જાય છે. નેસડાથી રંગોલી ફાટક સુધીનો રોડ પણ અત્યંત ખરાબ રોડ થઈ જવા પામ્યો છે. આ રોડ પર નિયમિત અપડાઉન કરતા લોકો તેમજ એમ્બ્યુલન્સ સહિતના વાહનોના ચાલકો વલભીપુર-આણંદપર-માઢીયા રોડ થઈને ભાવનગર જતા હોય તેઓને હાલાકી વેઠવી પડે છે. આ રોડની ખુબ ખરાબ હાલત થઈ ગઈ છે.અત્રે મહાકાય ખાડાઓ પડી જવા પામ્યા હોય સરકાર દ્વારા ખાડાઓ રીપેરીંગ કરાવવા જોઈએ તેવી વલ્લભીપુર દિવ્યાંગ એસોસિએશનના પ્રમુખ ભગતભાઈ ગુજરાતીએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here