સિહોર પંથકની મહિલા સાથે બોલાચાલી અને ઝઘડાની દાઝે ચાર શખ્સે છેડતી અને દુષ્કર્મ આચર્યા અંગેની પોલીસ ફરિયાદ સિહોર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સિહોર પંથકની એક મહિલાને નાની-નાની વાતમાં બાબુ બારૈયા, સુરો રાઠોડ, દુલો બારૈયા, નીતિન બારૈયા અને લાભુબેન બારૈયા સાથે અવાર-નવાર બોલાચાલી ઝઘડો થતો હોય જેની દાઝ રાખી બાબુ બારૈયા, સુરો રાઠોડ, દુલો બારૈયા, નીતિન બારૈયાએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલા ઘરે એકલી હોય તેની છેડતી કરી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સિહોર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

