ભાવનગર રેલવે મંડળની ચાર જોડી દૈનિક એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનમાં બે-બે એક્સ્ટ્રા જનરલ સેકન્ડ ક્લાસ કોચ લગાવવાનો નિર્ણય કરાયો છે.

પશ્ચિમ રેલવે દ્વારા તહેવારની સિઝનમાં મુસાફરોની વધતી ભીડ અને સુવિધાને ધ્યાનમાં રાખી તા.૩૧-૧૦થી તા.૧૦-૧૧ સુધી ભાવનગર મંડળની વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ, પોરબંદર-રાજકોટ-પોરબંદર, ભાવનગર-પોરબંદર-ભાવનગર અને ભાવનગર-વેરાવળ-ભાવનગર ટ્રેનમાં અસ્થાયીરૂપે બે-બે વધારાના જનરલ સેકન્ડ ક્લાસ (જી.એસ.) કોચ લગાવવામાં આવશે તેમ ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્યક પ્રબંધકે જણાવ્યું છે.

