BHAVNAGAR : ગઢડાના ખેતરમાં બોથડ પદાર્થના ઘા ઝીંકી મહિલાની હત્યા

0
30
meetarticle

ગઢડાના સામાકાંઠા ચાર રસ્તા પાસે ખેતરમાં રહેતી મહિલાની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.ઘટનાની જાણ થતાની સાથેજ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે વાડીમાં દંપતી રહેતું હતું.પરતુ મૃતક મહિલાનો પતિ હાલ મળી નહીં આવતા પોલીસે પતિએ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી છે.


ગઢડાના સામાકાંઠા ચાર રસ્તા પાસે આવેલી હજારીયાની વાડીમાં મૂળ વડોદરાના કણજર ગામના વતની ચંપાબેન સતીષભાઈ વસાવા ચંપાબેન તેમના પતિ સતીષ વસાવા ભાગિયા તરીકે મજૂરી કામ કરતા હતા.દરમિયાનમાં વાડી માલિક વાડીએ આંટો મારવા ગયા ત્યારે વાડીના રૂમમાં ચંપાબેનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ પડયો હતો.આ સમગ્ર ઘટનાની જાણ તુરતજ ગઢડા પોલીસને કરવામાં આવતાની સાથેજ ગઢડા પીઆઈ ડી.બી. પલાસ, પીએસઆઈ જી.જે. ગોહિલ અને પીએસઆઈ જયદેવ હેરમા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી.અને મૃતક મહિલાની શોધખોળ શરૂ કરી હતી પરંતુ સતીશ મળી આવ્યો નહતો.અને મહિલાને બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.તદુપરાંત ગત મોડી રાત્રિના મહિલાની હત્યા કરવાના આવી હોવાનું પણ ખુલવા પામ્યું છે.આ બનાવ સંદર્ભે ગઢડા પોલીસે આગળની તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

મહિલાની હત્યા પતિએ કરી હોવાની શંકા : પીઆઈ

ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ હતી.તેમજ પતિ સતીશ વસાવા સ્થળ પર મળી આવ્યો નહતો.અને મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ બતાવતા સતીશ વસાવાએ પત્નીની હત્યા કરી હોવાની શંકા ઉપજતા સતીષને ઝડપી લેવાની દિશામાં તપાસ શરૂ કરી હોવાનું ગઢડા પોલીસ મથકના પીઆઈ ડી.બી. પલાસે જણાવ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here