ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાંથી સિંચાઇ વિભાગ દ્વારા દર વર્ષે તબક્કાવાર સાત પાણ પીયત માટે ડાબા-જમણા કાંઠાની કેનાલમાં પાણી છોડવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ જોઇએ તો ૩૧૭૫૦ હેક્ટરમાં પીયત પાણી અપાયું છે જેમાં સૌથી વધુ વર્ષ ૨૪-૨૫માં ૫૪૨૫ હેક્ટરના ખેડૂતોએ આ પીયતનો લાભ લીધો હતો.

શેત્રુંજી ડેમ ચોમાસામાં અને તાજેતરના માવઠાના વરસાદના કારણે ચાલુ વર્ષે સતત આઠમી વાર ઓવરફ્લો થવા પામ્યો છે જેનો કુલ સંગ્રહીત જથ્થો ૩૪૬.૪૮ એમ.સી.એમ. છે. સિંચાઇ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાના ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા અને પાલિતાણા એમ પાંતચ તાલુકાના ૧૨૨ ગામને કેનાલ વાટે છોડાતા પાણીનો લાભ મળે છે. જો કે, શેત્રુંજીનું ૩૯૮૦ એમસીએફટી જથ્થો પીવા માટે અનામત રખાય છે જેનાથી ભાવનગર મહાનગરપાલિકા, પાલિતાણા, ગારિયાધાર તાલુકાના ૫૪ ગામોને પીવાનું પાણી અપાય છે. જ્યારે બાકીનું રીઝર્વ પાણી પીયત માટે ડાબા-જમણા કાંઠાની કેનાલ વાટે આપવાનું આયોજન છે. છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો વર્ષ ૨૨-૨૩માં ૪૨૭૯ હેક્ટર, વર્ષ ૨૩-૨૪માં ૩૯૦૭ હેક્ટર અને વર્ષ ૨૪-૨૫માં સૌથી વધુ ૫૪૨૫ હેક્ટરના ખેડૂતોએ સાત પાણ પાણી ખેતરોમાં પાયું હતું. આમ સરેરાશ જોઇએ તો ૩૧૭૫૦ હેકટ્રમાં વોટરીંગ થયું હતું. જ્યારે હાલની સ્થિતિ જમીનમાં પાણી પર્યાપ્ત છે જેની સાથએ ડેમમાં પણ પાણી પર્યાપ્ત માત્રામાં છે ત્યારે આગામી શિયાળુ અને ઉનાળુ પાક માટે પાણીની સમસ્યા નહીં રહે અને પીયતની રાહત સિંચાઇ વિભાગ અનુભવી રહ્યું છે.
છેલ્લા 3 વર્ષમાં પાણી ચોરીના આંકડા
| વર્ષ | હેક્ટર | ખાતેદાર |
| ૨૦૨૨-૨૩ | ૨૮૬.૭૨ | ૩૩૬ |
| ૨૦૨૩-૨૪ | ૧૬૧.૮૩ | ૨૪૮ |
| ૨૦૨૪-૨૫ | ૨૧૬.૪૩ | ૩૦૮ |

