ખેડૂતોને મદદરૂપ થવા સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદે છે પણ તે મર્યાદિત હોય છે. જ્યારે ખેડૂતની ઉપજ તેનાથી પાંચગણી હોય બાકીની મગફળીના પુરતા ભાવ મળતા નથી. જ્યારે સરકાર ટેકાના ભાવે ખરીદેલ મગફળીના ભાવે ખરીદી ઉપરાંત નિકાસ સમય વચ્ચે મોટો સમય વીત્યો હોય નુકસાનીની સાથે સરકારી કર્મીઓના સમય પણ બગડે છે. જે તેટલી જ ખોટ કે તેનાથી ઓછી રકમમાં ભાવ ફેર જમા આપે તો બન્ને પક્ષ સચવાય તેવી રજૂઆત કૃષિ મંત્રીને થવા પામી છે.

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી દર વર્ષે કરવામાં આવે છે. જેમાં સમગ્ર વહીવટી તંત્ર કામે લાગે છે. એકંદરે ટેકાની ખરીદીમાં નુકસાનીનું તારણ નીકળ્યું છે. આ પરિસ્થિતિમાં સરકાર ધારે તો ખેડૂતોને ભાવફેરની રકમ ચુકવી સરળ રસ્તો કાઢી શકે છે. આ વરસે મગફળીનું ઉત્પાદન સરકારના અંદાજ મુજબ ૬૬ લાખ ટન જેટલું થવા પામેલ છે. જેમાં તા.૨૮-૧૦ સુધીમાં થયેલ માવઠાના વરસાદને લઇને સરેરાશ ૨૫ ટકા જેટલો ઘટાડો આવી શકે, જેથી વાસ્તવીક ઉત્પાદન ૫૦ લાખ ટન જેટલું થાય તેવું અનુમાન કરી શકાય. સરકાર ઉત્પાદનના ૨૫ ટકા મુજબ ખરીદ કરવા નિર્ણય કરે તો ૧૨ થી ૧૩ લાખ ટનની ખરીદી કરવી પડે. સરકાર રજિસ્ટ્રેશન થયેલા ૯૩૨૦૦૦ ખેડૂતો પાસેથી ખેડૂત દીઠ ૭૦ મણ ખરીદ કરવા વિચારે છે જેથી ખરીદી ૧૩ લાખ ટન જેવી કરવી પડે. સરકારે જાહેર કરેલ ટેકાના મણ દીઠ ભાવ રૂા.૧૪૫૩ ઉપર તમામ ખરાજાત ખર્ચ મણ દીઠ રૂા.૨૪૭ આવે છે. આમ પડતર મણ દીઠ રૂા.૧૭૦૦ થવા જાય છે જેનું વેચાણ રૂા.૧૧૦૦ મણ દીઠ થાય તેનાથી રૂા.૬૦૦ મણ દીઠ નુકશાન થઆય જેની રકમ અંદાજીત રૂા.૩૯૦૦ કરોડ જેટલી થાય. ઉપરાંત માત્ર ૭૦ મણની ખરીદીને કારણે ખેડૂતોમાં અસંતોષની લાગણી રહેવા પામે છે. કેમ કે સરકાર મણ દીઠ રૂા.૬૦૦ નુકશાન કરી ખેડૂતને માત્ર ૭૦ મણનો ૧૪૫૭નો ભાવ આપશે, પરંતુ ખેડૂતની બાકીની મગફળી ૮૦૦-૧૦૦માં વેચાણ થશે. જે પડયા પર પાટું સાબીત થશે તેમ મહુવા માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું છે.

