ભાવનગર શહેરના ટોપ-થ્રી સર્કલથી અધેવાડા સુધી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી રાત્રીના સમયે અંધારપટ્ટ જોવા મળી રહ્યો છે, જેના કારણે અકસ્માતની ભીતિ રહેલી છે ત્યારે તત્કાલ યોગ્ય પગલા લેવા માંગણી ઉઠી રહી છે.

ભાવનગર શહેરના ટોપ-થ્રી સર્કલથી લીલા ઉડાન સોસાયટી, અધેવાડા સુધી આરસીસી ફોર લેન રોડ તૈયાર થઈ ગયો છે અને આ રોડની પર બન્ને સાઈડ વાહનોની આવન-જાવન ચાલુ છે પરંતુ હજુ સુધી સ્ટ્રીટ લાઈટ શરૂ કરવામાં આવી નથી તેથી રાહદારી તેમજ વાહન ચાલકોને ભારે મૂશ્કેલી પડી રહી છે. આ રોડ પર ઘણી દુકાનો પણ આવેલ છે અને રાત્રીના સમયે સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અકસ્માતની ભીતિ રહેલી છે.
સ્ટ્રીટ લાઈટના પ્રશ્ને તત્કાલ યોગ્ય પગલા લેવા ભાજપ અગ્રણી કિશોર ભટ્ટે માંગણી કરી છે અને આ બાબતે તેઓએ મહાપાલિકાના અધિકારીઓને રજૂઆત કરી છે.

