ભાવનગર જિલ્લાના તલાટી કમ મંત્રી અને છેલ્લે સર્કલ ઇન્સ્પેક્ટર ભાવનગર તાલુકાની જવાબદારી વહન કરતા શ્રી કલ્પેશભાઈ ભટ્ટ તારીખ 30- 11- 2025 ના રોજ નિવૃત્ત થયા. કલ્પેશભાઈએ પોતાના કાર્યકાળની યાત્રા તને 1991 થી શરૂ કરી હતી અને તલાટી મંત્રી તરીકે તેમને પોતાની કારકિર્દી દરમિયાન અંતિમ માણસને મદદ કરવાની સતત ખેવના રાખી છે. ક્યાંક અસત્યની સામે ઝંડો લેવાની પણ જરૂર પડી ત્યારે પોતાનો હાથ જરૂર ઊંચો કર્યો છે.

તેથી તેઓ કોઇ ઝાકઝમાળ, સમારંભ વગર સંપૂર્ણ સાદગીપૂર્વક કોઈ અપેક્ષા વગર નિવૃત્તિનો છેલ્લો દિવસ પૂરો કરીને કચેરીના પગથિયાઓ ઉતરી ગયાં હતા.પરંતુ તેનામાં બેઠેલો એક માહ્યલો સતત એવું કહેતો હતો કે આપણે બીજા માટે શું મદદ કરી શકીએ? તેથી તેમણે આ નિવૃત્તિના છેલ્લા દિવસને રક્તદાન કરીને થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના જીવનમાં દિપજ્યોતિ બનવાનું કામ કર્યું છે..પંચાયત, મહેસુલ વગેરેના અનેક કર્મચારીઓ મંડળોએ પણ તેમને તેમની આ કામગીરીને બિરદાવી અને નિવૃત્તિની શુભકામનાઓ વ્યક્ત કરી છે.

