પતિના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું.આ બનાવ અંગે મૃતકના પિતાએ જમાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઉમરાળા તાલુકા ચોગઠ ગામે રહેતા મગનભાઈ પ્રેમજીભાઈ ની પુત્રી જયશ્રીબેને એક વર્ષ પહેલા ગોપાલ ભુપતભાઈ ચૌહાણ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.અને જયશ્રીબેન પતિ ગોપાલ સાથે ભાવનગરનાં સરિતા સોસાયટી ખાતે રહેવા લાગ્યા હતા.દરમિયાનમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા.અને ઘરકામ બાબતે મેણા ટોણા મારવા લાગ્યો હતો.તેવાં પતિ ગોપાલે પત્ની જયશ્રીબેનને ઘર કામ બાબતે મેણા ટોણા મારી ઝઘડો કરી જાતિ વિષયક મેણા મારી ગાળો આપી શારીરિક માનસિક ત્રાસ આપતા મહિલાએ ગળા ફાંસો ખાઈ લેતા ગંભીર ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પિતા મગનભાઈએ જમાઈ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

