પીજીવીસીએલ દ્વારા પાલિતાણા ડિવિઝન હેઠળના પાંચ સબ ડિવિઝમાં આજે વહેલી સવારથી વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૯૯ વીજ કનેક્શનોમાં કુલ રૂ.૩૨.૬૧ લાખની વીજચોરી ઝડપાઈ હતી.

ભાવનગર વર્તૂળ કચેરીના પાલિતાણા ડિવિઝન હેઠળ આવતા ગારિયાધાર-૧, ૨, પાલિતાણા ટાઉન, ઘોડીઢાળ અને પીથલપુર સબ ડિવિઝન હેઠળના ૩૦૬ રહેણાંકી અને ૩ વાણીજ્ય મળી કુલ ૩૦૯ વીજ કનેક્શનોમાં પીજીવીસીએલની ૪૪ ટીમો દ્વારા આજે વહેલી સવારથી વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૯૮ રહેણાંકી અને ૧ વાણિજ્ય મળી કુલ ૯૯ વીજ કનેક્શનોમાં કુલ રૂ.૩૨.૬૧ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી.

