BHAVNAGAR : મહુવા પંથકમાં ધોધમાર સાડા 3 ઈંચ વરસાદ

0
62
meetarticle

શક્તિ વાવાઝોડાની ઈફેક્ટ મહુવા પંથકમાં જોવા મળી હોય તેમ ત્રણથી ચાર કલાકની અંદર ધોધમાર સાડા ત્રણ ઈંચ પાણી વરસી જતાં રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

મહુવા પંથકમાં આજે મંગળવારે મેઘરાજા ધૂંઆધાર બેટિંગ કરવાના મૂડમાં હોય તેમ બપોરે બે કલાક બાદ આકાશમાં આવી ચડેલા કાળાડિબાંગ વાદળો મૂશળધાર વરસવા લાગતા સાંજના છ વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઈંચ જેટલો પાણી ખાબકી ગયું હતું. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. મુખ્ય રસ્તાઓ પર પણ જાણે વરસાદી પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળતા વાહનચાલકો હેરાન-પરેશાન થયા હતા. આજે વરસેલા ૮૪ મિ.મી. વરસાદના કારણે મહુવા પંથકમાં ઓણ સાલ ચોમાસાની સિઝનનો કુલ વરસાદ ૧૧૫૬ મિ.મી. (૪૪.૨૪ ઈંચ) થયો છે. આ સાથે મેઘમહેરમાં સિહોરને પાછળ છોડી મહુવા તાલુકો અવ્વલ સ્થાને પહોંચી ગયો છે. ભાવનગરમાં આખો દિવસ મેઘવિરામ રહ્યા બાદ રાત્રિના ૯-૧૦ કલાક પછી અચાનક જ વરસાદનું જોરદાર ઝાપટું વરસ્યું હતું. 

જિલ્લાના 5 ડેમ હજુ પણ ઓવરફ્લો

ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે મોટાભાગના ડેમ પાણીથી છલોછલ થયા છે. પાછોતરા વરસાદના કારણે આજની સ્થિતિએ હજુ પણ પાંચ ડેમ ઓવરફ્લો છે. શેત્રુંજી ડેમમાં ૪૫૦, માલણમાં ૯૬, પીંગળીમાં ૫૩, બગડમાં ૨૧૧ અને રોજકી ડેમમાં ૩૩૯ ક્યુસેક પાણીની આવક-જાવક શરૂ હોવાનું સિંચાઈ વિભાગે જણાવ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here