BHAVNAGAR : 5 પેઢીના 22 સ્થળોએ સ્ટેટ જીએસટીના દરોડા યથાવત્

0
29
meetarticle

સ્ટેટ જીએસટી વિભાગ ભાવનગર દ્વારા શહેર-જિલ્લાના સ્ક્રેપ, સળિયા, રેડિમેઈડ કપડા, ઘડિયાળ અને ચશ્માના શો રૂમમાં ધરાવતી વેપારી પેઢીઓ પર શરૂ કરેલી તપાસ આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત્ રહી હતી. પાંચ પેઢીઓના કુલ ૨૨ સ્થળોએ હાથ ધરેલી તપાસમાં વિભાગને શંકાસ્પદ વ્યવહારો અંગેના દસ્તાવેજો મળી આવ્યા છે. વિભાગની આ તપાસ હજુ લાંબી ચાલશે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.


સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લામાં સ્ક્રેપ, સળિયા, રેડિમેઈડ કપડા અને ઘડિયાળ તથા ચશ્માના શો-રૂમ ધરાવતી જુદી-જુદી પાંચ પેઢીઓના ૨૦ સ્થળોએ ગત બુધવારે સાંજે પાંચ કલાકે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જીએસટી વિભાગની તપાસમાં બાદમાં બે સ્થળ ઉમેરાતા પાંચ પેઢીઓના ૨૨ સ્થળોમાં શરૂ થયેલી તપાસ આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત્ રહી હતી. જીએસટી વિભાગની આશરે ૨૫ ટીમો દ્વારા કરવામાં આવી રહેલી આ તપાસ હજુ લાંબી ચાલશે અને આવતીકાલે પણ યથાવત્ રહે તેવી સંભાવના છે. ત્રણ દિવસની તપાસ દરમિયાન વિભાગને પેઢીઓના શંકાસ્પદ વ્યવહાર અંગેના દસ્તાવેજો વિભાગને મળ્યા છે. તો બીજી તરફ સ્ટેટ જીએસટીના મોબાઈલ સ્ક્વોર્ડના એક ઉચ્ચ અધિકારી અને બીલ વગર ગાડીઓ ચલાવતા વહીવટદાર વચ્ચેના વટના કારણે આ કાર્યવાહી થઈ રહી હોવાની વ્યાપક ચર્ચા જાગી છે. જોકે આ મામલે સત્તાવાર રીતે વિભાગ દ્વારા હજુ કંઈ પણ વિગતો જાહેર કરાઈ નથી. પરંતુ તપાસ પૂર્ણ થયાં બાદ મોટા બેનામી હિસાબો મળવાની સંભાવના નકારી શકાતી નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here