BHAVNAGAR : 7 હજારથી વધારે મહિલાઓએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી

0
45
meetarticle

મહિલા હેલ્પલાઈનના આંકડા પ્રમાણે ગત દિવાળીથી આ દિવાળી સુધીમાં ભાવનગરમાં ૭ હજારથી વધારે મહિલાઓએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી છે, જ્યારે ઘરેલું હિંસાથી લઈ રોજગારીની સમસ્યા જેવા પ્રશ્ને ૧ હજારથી વધારે મહિલાઓની મદદે ટીમ પહોંચી છે.


ભાવનગરમાં ગત વર્ષ-૨૦૨૪ની દિવાળીથી ચાલુ વર્ષ-૨૦૨૫ની દિવાળીના એક વર્ષના સમયગાળામાં મહિલા હેલ્પલાઈન ૧૮૧ને મળેલા કોલના આંકડાઓ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં ઘરેલું હિંસા, પજવણી, અત્યાચાર, લગ્નેત્તર સંબંધ, કાનુની સહાય, કસ્ટડી બાબતે, માનસિક બિમારી, ઘરવિહોણું થવાના કિસ્સામાં, ટેલિફોનિક સ્ટોકિંગ, મિલકત મુદ્દે, તણાવ, હુમલો, સોશિયલ મીડિયામાં પજવણી, નોકરીના સ્થળે હેરાનગતિ, રોજગારીની સમસ્યા અને વૈવાહિક સમસ્યાના કિસ્સામાં કુલ ૭૪૦૭ મહિલાઓએ હેલ્પલાઈનમાં કોલ કરીને મદદ અને માર્ગદર્શન મેળવ્યું છે, વળી ૧૩૯૬ કેસમાં ટીમ મોકલીને (વાન ડિસ્પેચ) મદદ તથા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. આમ, ભાવનગરમાંથી મહિલા હેલ્પલાઈનને રોજ સરેરાશ ૨૨ કોલ મળ્યા છે અને રોજ સરેરાશ ૪ કેસમાં ટીમ મોકલી મદદ અને કાઉન્સેલિંગ થયું છે. આ એક વર્ષમાં સૌથી વધારે ઓક્ટોબર-૨૦૨૪માં ૭૯૯ કોલ મળ્યા અને મે-૨૦૨૫માં ૧૪૯ કેસમાં ટીમ મદદે પહોંચી હતી. જ્યારે સૌથી ઓછા ઓગસ્ટ-૨૦૨૫માં ૫૯૩ કોલ અને ફેબ્રુઆરી-૨૦૨૫માં ૧૦૮ કેસમાં ટીમ મદદે પહોંચી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here