BHAVNAGAR : ભડી ગામ નજીક બાઈક સ્લીપ થઈ જતા દંપતિ ખંડિત, પતિનું મોત

0
70
meetarticle

વલ્લભીપુરના ચમારડી ગામે રહેતા દંપતી કોળિયાક દર્શન કરી પરત પોતાને ગામ બાઈક લઈને આવી રહ્યા હતા.તે દરમિયાન બાઇક સ્લીપ થઈ જતા પતિનું મોત નિપજ્યું હતું.

વલ્લભીપુરના ચમારડી ગામે રહેતા સવિતાબેન વિજયભાઈ કાંબડ અને તેમના પતિ વિજયભાઈ ચીંથરભાઈ કાંબડ મોટરસાયકલ નંબર જીજે ૦૪ એએસ ૧૨૪૨ લઈને મારવાડી ગામેથી નિષ્કલંક મહાદેવ મંદિર દર્શન કરી પરત ચમારડી ગામે જવા માટે નીકળ્યા હતા.તે દરમિયાન ગુંદી ગામ નજીક વિજયભાઈએ મોટર સાયકલ પર કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું. બાઈક ઉપર જઈ રહેલા પતિ પત્નીને ગંભીર ઈજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં વિજયભાઈનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પત્નીએ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here