લોકોની સુવિધાનું જે થવું હોય તે થાય સરકારી વાહનોને નજીવા ખર્ચે બંધ પાડી હરાજી કરી ફરી તેજ વાહન રીપેર કરી ભાડા પર ચડાવવાનું પણ કૌભાંડ આચરાતું હોવાની આશંકા સિહોર ન.પા. સામે સેવાય રહી છે. છેલ્લા થોડા દિવસોથી ન.પા.ના ૧૨ જેટલા વાહનો માઈનોર ખર્ચના વાંકે બંધ પડેલ છે. જેના અભાવે વિવિધ બેંક સુવિધા અસરગ્રસ્ત બની છે.

લોકોની સુખાકારી માટેની સરકારની અનેક યોજનાઓ અને નાણાનો ઘણીવાર સદુપયોગ થતો નથી. સિહોર નગરપાલિકામાં આવી જ એક સરકારી યોજના નીરૂપયોગી બની ગઈ છે. સિહોર નગરપાલિકાનેસ રકાર તરપતી મળેલા વાહનો હવે બિસ્માર બન્યા છે. કટાઈ ગયેલા વાહનો અને ટેમ્પો જોઈને આપણને લાગે કે આ કોઈ ભંગારનું ગોડાઉન હશે. પરંતુ આ ભંગારનું ગોડાઉન નથી. નગરપાલિકાના શહેરી વિસ્તારો તેમજ તમામ વોર્ડમાં સ્ટ્રીટલાઈટના લાઈટ ફીટીંગ કે અન્ય કામોને લઈ લાઈટીંગ વિભાગના ટાવર લોડર ખખડી ગયેલ હાલતમાં જોવા મળેલ છે. અને વાહનને વેલ્ડીંગ કરવાનો ખર્ચ નથી તેવી હાલતમાં છે. જે લોડરની ધકેલ પંચા દોઢસો હોય તેમ આ લોડર ચાલી રહ્યું છે. તેવી જ હાલત સેનેટરી વિભાગમાં જ છે તેના પુરતા વાહન ડોર ટુ હોર વાહન સહીતના વાહનો ખખડધજ અને બેથી ત્રણ ટ્રેકટરો સામાન્ય જેવા ખર્ચના કારણે બંધ હાલતમાં છે. આવા વાહનોનો ખડકલો થઈ જાય ત્યારે હરરાજી કરી પોતાના મળતીયાઓને આવા વાહનો આપવામાં આવે છે અને પાછળથી તે જ મળતીયાઓ આ વાહનોમાં નજીવો ખર્ચ કરી સિહોર નગરપાલિકાને ભાડે આપે છે. આવી રીતે આખું કૌભાંડ ચલાવવામાં આવતું હોવાનું ચર્ચાય રહ્યું છે. તો તાકીદે આવા બંધ વાહનો અને નજીવા ખર્ચના કારણે બંધ પડેલા વાહનોને રીપેરીંગ કરાવવાસ સિહોર શહેરની જનતામાં માંગ ઉઠવા પામી છે.

