BHAKTI : ભોળાનાથ ભૂલની આકરી સજા આપશે! સોમવારે આ 5 કાર્યોથી ભગવાન શંકર થશે કોપાયમાન, જાણો કારણ

0
58
meetarticle

ભારત દેશ એક આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો દેશ છે. ભારતીય લોકોના જીવનમાં ભગવાનની ભક્તિ અને ભાવનું સ્થાન મોખરે રહ્યું છે. એવું કહેવાય છેકે ભારત દેશના કણ કણમાં શિવ એટલે કે ભગવાન વસે છે. આજે લોકો અલગ અલગ ભગવાનને તેના ઇષ્ટદેવ માની અને તેની પૂજા કરતાં હોય છે.

પરંતુ ભગવાન શિવએ બધાના ઇષ્ટદેવ તરીકે ઓળખાય છે. ભગવાન શિવની પૂજા અને નામજપ કરવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. તેના ભક્તોનઆ આદિ, વ્યાયાદી અને ઉપાદી આ ત્રણેય દુખ ભાંગી ને ભુક્કો કરે છે.

ભગવાન શિવને શ્રાવણ મહિનો અતિપ્રિય છે તેથી શિવભક્તો શ્રાવણ મહિનામાં શિવોપાસના કરતાં જોવા મળે છે. સોમવારનો દિવસ મહાદેવની પૂજાનો દિવસ છે. આજના દિવસે કરવામાં આવેલા અમુક ઉપાય શિવજીને પ્રસન્ન કરે છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. કહેવાય છે કે જે ભક્તો પર મહાદેવની કૃપા વરસે છે. પરંતુ સોમવારે આ ભૂલ બિલ્કુલ પણ ના કરવી જોઈએ, નહીંતર અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

સોમવારે આ ભૂલ ના કરવી

સોમવારે ભગવાન શિવની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. સોમવારે ભગવાન શિવની પૂજા દરમિયાન ક્યારેય પણ કાળા કપડાં ન પહેરવા જોઈએ. સોમવારે કાળા કપડાં પહેરવા ભગવાન ભોળેનાથના પ્રકોપનો સામનો કરવો પડે છે.

અનૈતિક કાર્ય ના કરવા

સોમવારે વ્રત કરવાનું વિચારી રહ્યા છો, તો તેના નિયમો વિશે પણ જાણકારી હોવી જોઈએ. સોમવારે ભગવાન શિવની પૂજા કરો છો, તો કોઈને નુકસાન થાય તેવું કામ બિલ્કુલ પણ ના કરવું જોઈએ. આ દિવસે અનૈતિક કાર્ય કરવાથી જીવ જોખમમાં મુકાઈ શકે છે.

જુગાર ના રમવું અને ચોરી ના કરવી

ધાર્મિક ગ્રંથો અનુસાર સોમવારે જુગાર, ચોરી અથવા અન્ય સ્ત્રી પર ખરાબ નજર રાખવા જેવા કાર્યો ના કરવા જોઈએ. આ પ્રકારના કાર્ય કરવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે.

પૂજામાં તુલસીનો ઉપયોગ ના કરવો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન શિવની પૂજા કરતા સમયે પૂજામાં ભૂલથી પણ તુલસીનો ઉપયોગ ના કરવો જોઈએ. કહેવામાં આવે છે કે, તુલસી શ્રાપિત છે અને ભગવાન શિવે તેના પતિનો વધ કર્યો હતો. આ કારણોસર શિવ પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી.

ભગવાન શિવની પૂજામાં ભૂલથી પણ નારિયેળનો ઉપયોગ કરવો તે અશુભ માનવામાં આવે છે. નારિયેળને લક્ષ્મીદેવીનું પ્રતીક માનવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે. માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના પત્ની છે અને નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. જેથી નારિયેળને લક્ષ્મીમાતાનું સ્વરૂપ માનવામાં આવે છે. આ કારણોસર શિવ પૂજામાં શ્રીફળનો ઉપયોગ થતો નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here