અમરેલીના કેરીયા રોડ ઉપર આવેલા આર. કે. હોલ ખાતે તા.24/08/2025 ને રવિવારે ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન ગુજરાત સર્કલનું દ્વિવર્ષીય અધિવેશન યોજાયું હતું….
જેમાં સેન્ટ્રલ હેડ ક્વાર્ટર (CHQ) નવી દિલ્હી તરફથી CHQ પ્રતિનિધિ અને મહારાષ્ટ્ર સર્કલના સેક્રેટરીશ્રી એમ.ડી.આહીડે હજાર રહ્યા હતાં. આ ઉપરાંત ગુજરાત સર્કલના યુનિયનનાં તમામ ડિવિજનનાં પ્રમુખશ્રી અને સેક્રેટરીશ્રી હાજર રહ્યા હતા.AIPEU ના સર્કલ સેક્રેટરીશ્રી જી.ટી.રાઠોડ હાજર રહ્યા હતા….
આ અધિવેશનમાં ગુજરાત સર્કલ યુનિયનના પ્રમુખ તરીકે શ્રી દિલીપભાઈ દવે અને ગુજરાત સર્કલ યુનિયનના સેક્રેટરીશ્રી તરીકે સતત ત્રીજી વખત શ્રી મનીષભાઈ વડિયા વિજયી થયાં હતાં.
આ અધિવેશનમાં મુખ્ય મુદ્દામાં યુનિયનનું સંગઠનને મહત્વ આપવામાં આવ્યું હતું. હાલ પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં ખાતાકીય ટાર્ગેટ બાબતે કર્મચારનું શોષણ થઈ રહ્યું છે અને કર્મચારીઓ આત્મહત્યા કરી રહ્યા છે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરીને દમનશાહી બંધ કરવા હાકલ કરવામાં આવી.
અધિવેશનની સમાપ્તિમાં પૂર્વ પ્રમુખશ્રી રામભાઈ પ્રજાપતિ વયમર્યાદા નિવૃત્ત થતા અને તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.
સર્કલ સેક્રેટરીશ્રી મનીષભાઈ વડીયાએ તમામ ડિવિજનનો છઆભાર માન્યો હતો.
અહેવાલ = પ્રકાશ વઘાસિયા કુકાવાવ




