BIHAR : 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર? NDA તરફથી ચિરાગ પાસવાનું પહેલું મોટું નિવેદન

0
56
meetarticle

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, આ ચૂંટણીમાં JDUએ 85 બેઠકો પર વિજય મેળવ્યો છે. જેના કારણે રાજકીય વર્તુળોમાં ગતિવિધિઓ તેજ બની છે. વહેલી સવારથી જ મુખ્યમંત્રીના નિવાસસ્થાને નેતાઓની અવરજવર શરુ થઈ ગઈ છે. જેમાં નીતિશ કુમાર સાથે લલન સિંહ, સંજય ઝા, વિજય ચૌધરી અને ઉમેશ કુશવાહા જેવા તેમના નજીકના અને વિશ્વાસુ નેતાઓ સાથે મહત્ત્વની બેઠક પણ કરવામાં આવી હતી. તેમજ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન પણ મુખ્યમંત્રી આવાસ પર નીતીશ કુમારને મળવા પહોંચ્યા હતા. ત્યાં નીતીશ કુમારે તેમનું સ્વાગત કર્યું અને જીતની ખુશીમાં તેમને ગળે લગાવ્યા.

આ વિધાનસભા ચૂંટણીમાં જેડીયુએ 85 બેઠકો, ચિરાગ પાસવાનની પાર્ટીએ 19 બેઠકો અને સૌથી મોટી પાર્ટી બનેલી બીજેપીએ 89 બેઠકો પર જીત મેળવી છે.સીએમ નીતીશ કુમારને મળ્યા બાદ, ચિરાગ પાસવાને આ મુલાકાતની તસવીરો ‘X’ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી આજે બિહારના માનનીય મુખ્યમંત્રી શ્રી નીતીશ કુમારજીને મળીને NDAના પ્રચંડ બહુમત બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી.’

ચૂંટણી પરિણામો બાદ મીડિયા સાથે વાત કરતાં ચિરાગ પાસવાને જણાવ્યું કે, ‘બિહારની જનતાએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો છે. તેમણે આ જીતને કોઈ એક પક્ષની નહીં, પરંતુ બિહારની જનતા અને તેમના વિવેકની જીત ગણાવી. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)એ જે વિશ્વાસ સાથે ચૂંટણી લડી, તેને મતદારોએ સ્વીકાર્યો છે.’

મુખ્યમંત્રીના પદ વિશેના સવાલ પર, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે, ‘અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે સીએમની પસંદગી ધારાસભ્ય દળ કરશે અને તેઓ પોતે પણ નીતીશ કુમારને જ મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છે છે.’ કેન્દ્રીય મંત્રીએ 2020ના પરિણામોનો સંદર્ભ આપતા કહ્યું કે, ‘તે સમયે અમારી પાર્ટીની હાર માટે ઘણા લોકો જવાબદાર હતા. ‘2020માં ચિરાગે જેડીયુ સાથે રમત કરી’ તેવી વાતો જેડીયુ સાથેના મતભેદ દર્શાવવા માટે ફેલાવવામાં આવી હતી અને આ વખતે જેડીયુએ એ જ કર્યું’ એવી ચર્ચા પણ ચાલી રહી છે.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here