SURAT : સુરતના પીપોદરામાં કાપડના વેપારી ઉપર બાઇક ઉપર આવેલા હુમલાખોરોનું ત્રણ રાઉન્ડ ફાયરિંગ

0
185
meetarticle

શહેરમાં વધુ એક ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. પીપોદરા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા ડાભરિયા વિસ્તારની છે, જ્યાં બુધવારે મોડી રાત્રે એક બાઇક ઉપર આવેલા બે શખ્સે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા એક કાપડનો વેપારી ઘાયલ થયો હતો. અંગત અદાવતમાં આ ફાયરિંગ થયું હાલમાં અનુમાન લગાવાય રહ્યું છે.


ડીવાયએસપી આર. આર. સરવૈયાના જણાવ્યા અનુસાર ગઈ મોડી રાતે સુરતના પીપોદરા ઔદ્યોગિક વિસ્તારમાં ડાભરિયા વિસ્તારમાં પાસે એક બાઈક ઉપર આવેલા બે શખ્સે ફાયરિંગ કર્યું હતું.આ ઘટનામાં કાપડના વેપારી ઉગ્ર શાહુ નામના વ્યક્તિને ગોળી વાગી હતી.આ હુમલામાં તેમને ગંભીર ઈજા થઈ હતી. તે મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના રહેવાસી અને પીપોદરામાં રેડીમેડ કાપડની દુકાન ચલાવે છે. ઘટના બાદ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત ઉગ્ર શાહુને પેટમાં અને પીઠના ભાગે ગોળી વાગતા સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડીને તપાસ હાથ ધરી છે.તેમણે ઉમેર્યું હતું કે, એક બાઈક ઉપર આવેલા બે શખ્સોએ મોપેડ ઉપર જતા ઉગ્ર શાહુને આંતર્યો હતો અને બાઈક ઉપર પાછળ બેઠેલા શખ્સે તેની ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટના સ્થળ ઉપરથી બે ખાલી કારતુસના ખોખા અને એક મિસ ફાયર થયેલી કારતુસ મળી આવી છે.ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા SOG, LCB અને કોસંબા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. સાથે જ નજરે જોનારા લોકોના નિવેદન પણ નોંધવામાં આવી રહ્યા છે. આરોપીઓની ઓળખ, તેમના હેતુ અને ફાયરિંગના કારણો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આસપાસના લોકોમાં જે ચર્ચા હતી તે પ્રમાણે ફાયરિંગની આ ઘટના પાછળ અંગત અદાવત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here