ડભોઈમાં કેનાલ નજીકથીદસમી ઓગસ્ટે સાંજે મળેલો કાળો થેલો અને હાડકા૩૦ વર્ષના યુવકના હોવાનું બહાર આવ્યું ડભોઇ માં કેનાલ નજીક દસમીઓગસ્ટે સાંજે અને થેલો મળતા ચકચાર મચી જવા પામી હતી. તેની નજીક ફાટેલા પેન્ટ શર્ટ, ચંપલ, ચા બનાવવાના વાસણો પણ મળ્યા ને હતા. પોલીસે સર સામાન કબજે લઈને હાડકા એફએસએલમાં મોકલી આપ્યા હતા. તેનો રિપોર્ટ આવતા ૩૦ વર્ષની ઉંમરના યુવકના હાડકા હોવાનું અને તેમાં કોઈપણ જાતનું ફ્રેક્ચર નહીં હોવાનું જણાવાયું હતું. પોલીસે હવે યુવકની ઓળખ માટે તપાસ શરૂ કરી છે.
ડભોઇ પોલીસ મથકેથી મળેલી માહિતી મુજબ રાજકોટના આમરડીફાટેલાપેન્ટ શર્ટ, ચંપલ, ચાબનાવવાના વાસણો મળ્યા હતાઃ હાડકામાં કોઈફેક્ચર નથી-રિપોર્ટગામના ૩૦ વર્ષના મહેશ વસાવા ૧૦મી તારીખે સાંજે ૬:૩૦ વાગ્યે ડભોઇના તિલક્વાળા રોડ પર આવેલી ચોટલિયા પીર કેનાલ નજીક ચાલતા જતા હતા. ત્યારે તેમને લેટરીન લાગી હતી. તેથી શૌચ ક્રિયા માટે નજીકના ઝાડી ઝાંખરામા ગયા હતા. ત્યારે તેમણે ત્યાં છુટા છવાયા પડેલા હાડકા અને નજીકમાં મોટો કાળો થયેલો જોયો હતો. તેથી પોલીસને જાણ કરી હતી પોલીસ હાડકાની નજીક નજીકમાં ચાનીભૂકી, ચા બનાવવાની સ્ટીલની તપેલી, સ્ટીલની મોટી અને ફાટેલા પેન્ટ શર્ટ ચંપલ જેવી વસ્તુઓ પણ મળી હતી. બધી જ વસ્તુઓ પોલીસે કબજે લીધી હતી અને હાડકા એફએસએલમાં મોકલ્યા હતા. એનો રિપોર્ટ આવ્યો હતો જેમાં કંકાલ ૩૦ વર્ષથી વધુ ઉંમરના યુવકના હોવાનું અને તેને કોઈ ઈજા કે ફેક્ચર નહીં થયા હોવાનું રિપોર્ટમાં જણાવતા પોલીસે ઓળખ માટે તપાસ શરૂ કરી છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


