ઈમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ દ્વારા જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ સદંતર રીતે નેસ્તનાબુદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સુચના આપેલ
જે આધારે ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ બી.એસ.ચૌહાણ પો.ઇન્સ.બોડેલી પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટાફના માણસો અલગ-અગલ ટીમો બનાવી પ્રોહી/જુગારની પ્રવ્રુતી શોધી કાઢવા સુચના આપેલ જે આધારે સર્વેલન્સ સ્ટાફના હેડ.કોન્સ વિજયકુમાર મનહરભાઈ બ.નં.૦૧૩૩ નાઓને મળેલ બાતમી હકીકત આધારે વાંદરડા ગામની સીમમાં રોડની જમણી સાઇડમાં ઝાડીમાંથી એક સફેદ કલરની સ્વીફટ ફોર વ્હીલ ગાડી રજીસ્ટર નં.GJ-17-AH-3230 માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો (૧) ગોવા સ્પિરીટ ઓફ સ્મુથનેશ વ્હિસિક ૧૮૦ મી.લી ના ક્વાટરીયા નંગ-૧૫૫૦ કિં.રૂ.૧,૯૮,૪૦૦/- તથા નં(૨) માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોગ ૫૦૦ મી.લી ની પતરાની ટીન બીયર નંગ- ૪૮૦ કિં.રૂ.૫૫,૨૦૦/-મળી કુલ નાની મોટી બોટલ નંગ-૨૦૩૦ ની કુલ કિંમત રૂ. ૨,૫૩,૬૦૦/- નો પ્રોહી મુદામાલ તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમા લીધેલ સફેદ કલરની સ્વીફટ ફોર વ્હીલ ગાડી રજીસ્ટર નં.GJ-17-AH-3230 ની કિંમત રૂ.૩,૦૦,૦૦૦/- ગણી કુલ કિંમત રૂ. ૫,૫૩,૬૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટર : સોહેલ પઠાણ છોટાઉદેપુર


