સુરતના અમરોલી વિસ્તારમાં બાળક ગૂમ થઈ ગયા બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે. સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં આ બાળકની ગૂમ થયાની ફરિયાદ નોંધાઈ હતી.બીજીતરફ ફરિયાદમાં સ્પષ્ટપણે બાળકનું પિતરાઈ ભાઈએ અપહરણકર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
દરમિયાન ગઈકાલે રાત્રે 3 વર્ષના એક માસૂમ બાળકનો મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે.જેમાં મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસમાં કુશીનગર એક્સપ્રેસના એસી કોચ B2 ના ટોયલેટ માંથી આ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.મૃતદેહ મળતા તાત્કાલિક રેલ્વે પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.જેને લઈને RPF અને GRP ટીમે ઘટના સ્થળે પહોંચીને બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસે પંચનામુ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈ ની રાજાવાડી હોસ્પિટલમાં મોકલી આપ્યો.હતો. 22 ઓગસ્ટના રોજ આ બાળક ગૂમ થઈ જતા સુરત પોલીસમાં ગુનો નોંધાયો હતો. હાલ સુરત અને મુંબઈ પોલીસે આરોપીની શોધ માટે તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર :સુનિલ ગાંજાવાલા,સુરત


