મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે અત્યારે સમગ્ર વિશ્વમાં ભારે તણાવ અને ડરનો માહોલ છે. ઈઝરાયલ અને અમેરિકાએ મળીને ઈરાન પર કરેલા હુમલા બાદ સ્થિતિ વણસી છે, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચાર પણ સામે આવ્યા છે.

આ વળતા પ્રહારમાં ઈરાને મિસાઇલો અને ડ્રોન વડે મધ્ય પૂર્વના મોટા શહેરોને નિશાન બનાવતા ત્યાં ફસાયેલા ભારતીયોમાં ભારે ફાળ પડી છે. ખાસ કરીને બોલિવૂડની હસ્તીઓ જેવી કે ઈશા ગુપ્તા, સોનલ ચૌહાણ અને તમિલ સ્ટાર અજિત કુમાર હાલમાં યુએઈ(UAE)માં ફસાયા છે. ફ્લાઇટ્સ બંધ હોવાને કારણે આ સિલેબ્સ યુદ્ધની આ ભયાનક સ્થિતિ વચ્ચે ત્યાં અટવાઈ પડ્યા છે અને જલ્દીથી ભારત પરત આવવા માટે આતુર છેમધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે અત્યારે સમગ્ર વિશ્વમાં ભારે તણાવ અને ડરનો માહોલ છે. ઈઝરાયલ અને અમેરિકાએ મળીને ઈરાન પર કરેલા હુમલા બાદ સ્થિતિ વણસી છે, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. આ વળતા પ્રહારમાં ઈરાને મિસાઇલો અને ડ્રોન વડે મધ્ય પૂર્વના મોટા શહેરોને નિશાન બનાવતા ત્યાં ફસાયેલા ભારતીયોમાં ભારે ફાળ પડી છે. ખાસ કરીને બોલિવૂડની હસ્તીઓ જેવી કે ઈશા ગુપ્તા, સોનલ ચૌહાણ અને તમિલ સ્ટાર અજિત કુમાર હાલમાં યુએઈ(UAE)માં ફસાયા છે. ફ્લાઇટ્સ બંધ હોવાને કારણે આ સિલેબ્સ યુદ્ધની આ ભયાનક સ્થિતિ વચ્ચે ત્યાં અટવાઈ પડ્યા છે અને જલ્દીથી ભારત પરત આવવા માટે આતુર છે
આ દરમિયાન, ઈરાનના નેતાના અવસાન પર જ્યાં એકતરફ શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, ત્યાં બોલિવૂડમાં સક્રિય ઈરાની અભિનેત્રી એલનાઝ નૌરોજીએ આ સમાચાર પર ખુશી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. હાલમાં યુદ્ધના કારણે ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ ક્યારે રાબેતા મુજબ શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી, જેના કારણે ફસાયેલા ભારતીયોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

