BOLLYWOOD : અક્ષય કુમારની ગુલબાંગો છતાં ભૂત બંગલા પાછળ ઠેલાશે

0
20
meetarticle

‘ધુરંધર ટુ’ની સફળતા જોતાં ભૂત બંગલાની ટીમ ફિલ્મની રીલિઝ એક સપ્તાહ પાછી ઠેલાય તેવી શક્યતા છે.

મૂળ તારીખ પ્રમાણે આ ફિલ્મ ૧૦મી એપ્રિલે રીલિઝ થવાની છે. જોકે, હવે તે ૧૭મી એપ્રિલ પર ઠેલાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ‘ભૂત બંગલા’ની ટીમને જણાઇ રહ્યું છે કે,’ ધૂરંધર ટુ’નો ક્રેઝ હજી જલદી પુરો થાય તેમ નથી.

‘ભૂતબંગલા’ ટિકિટબારી પર સારું પોટેન્શિયલ ધરાવે છે અને નાહકનો ક્લેશ કરવાનો કોઈ મતલબ નથી.

ઉલ્લેખનીય છે કે અગાઉ અક્ષય કુમારે એવી ડિંગ હાંકી હતી કે ‘ધુરંધર ટુ’થી તેની ફિલ્મને કોઈ ફરક પડવાનો નથી. આ ફિલ્મ દ્વારા અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શન ફરી કોલબરેટ કરી રહ્યા છે. વામિકા ગબ્બી અક્ષય કુમારની હિરોઈન છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here