BOLLYWOOD : અજય દેવગણની દ્રશ્યમ થ્રીમાં પ્રકાશ રાજની પણ એન્ટ્રી

0
11
meetarticle

અજય દેવગણની ‘દ્રશ્યમ થ્રી’માં હવે સાઉથના પીઢ એક્ટર પ્રકાશ રાજની પણ એન્ટ્રી થઈ છે. અગાઉ અક્ષય ખન્નાએ આ ફિલ્મ છોડી દીધા બાદ તેના સ્થાને જયદીપ અહલાવતની એન્ટ્રી થઈ હતી. તે પછી હવે તેમાં  પ્રકાશ રાજ એક નવું પાત્ર ભજવશે. 

અગાઉ એવી અટકળો હતી કે પ્રકાશ રાજને અક્ષય ખન્નાની જગ્યાએ સિનિયર પોલીસ અધિકારીની ભૂમિકા સોંપાઈ છે. જોકે, પ્રકાશ રાજે પોતે જ ક્લિયર કર્યું હતું કે હું ફિલ્મમાં કોઈ અન્ય કલાકારના સ્થાને ગોઠવાયો નથી.

ઉલ્લેખનીય છે કે અજય દેવગણની હિન્દી ફિલ્મ આગામી ઓક્ટોબરમાં રીલિઝ થવાની છે. બીજી તરફ મોહનલાલની મુખ્ય ભૂમિકા ધરાવતી મલયાલમ ‘દ્રશ્યમ થ્રી’ આગામી એપ્રિલ માસમાં જ રીલિઝ થઈ જવાની છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here