ધર્મેન્દ્રની બિનહયાતીમાં હવે ‘અપને ટુ’ નહિ બને તેવી જાહેરાત મૂળ ‘અપને ‘ ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્માએ કરી હતી. આ જાહેરાત સામે મૂળ ફિલ્મના નિર્માતા દીપક મુકુટે નારાજગી વ્યક્ત કરી છે. નિર્માતા દીપક મુકુટે કહ્યુ ંહતુ ંકે, ફિલ્મ બનશે કે નહીં તે દિગ્દર્શકને કહેવાનો કોઇ અધિકાર નથી. .

નિર્માતાએ વધુમાં કહ્યું હતું કે, હું અને ધરમજી આ પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યા હતા. હવે હું ધરમજીને શ્રદ્ધાજલિ રૂપે આ ફિલ્મ બનાવવા માંગુ છું. આ પ્રોજેક્ટ સાથે તેમની આત્મા જોડાયેલી રહેશે તેવો મારો વિશ્વાસ છે. ‘અપને ટુ ‘માટે હું થોડા સમય પછી સની દેઓલ સાથે વાતચીત કરીશ. આ ફિલ્મમાં સનીના પુત્ર કરણની પણ ભૂમિકા હશે. નિર્માતાએ વધુમાં કહ્યું હતુંકે, આ પ્રોજેક્ટ આગળ વધશે કે નહીં તે બાબતે હું અને સની દેઓલ સાથે નિર્ણય કરશું. આ પ્રોજેક્ટને આગળ વધારવો કે નહીં તે માટે અનિલ શર્માનો નિર્ણય ચાલે નહીં.
આ વિવાદ બાદ એવી ચર્ચા શરુ થઈ છે કે કદાચ ‘અપને ટુ’ બનશે તો પણ તેમાં દિગ્દર્શક તરીકે અનિલ શર્મા રિપીટ નહિ થાય.

