દિલજીત દોસાંઝ એક રિયાલિટી શોમાં અમિતાભ બચ્ચનને પગે પડતાં શીખ સંગઠનો તેનાથી નારાજ થઈ ગયાં છે. તેમણે દિલજીતનાં આગામી તારીખ પહેલી નવેમ્બરે ઓસ્ટ્રેલિયામાં યોજાનારાં કોન્સર્ટમાં ધમાલ મચાવવાની ચિમકી આપી છે.

શીખ ફોર જસ્ટિસ નામનાં એક સંગઠનના દાવા અનુસાર અમિતાભે ૧૯૮૪નાં રમખાણો દરમિયાન શીખો વિરુદ્ધ ઉશ્કેરણી કરી હતી. તેને પગે લાગીને દિલજીતે આ રમખાણોના દરેક પીડિતોના પરિવારજનોનું અપમાન કર્યું છે.
પહેલી નવેમ્બરે જ શીખ કત્લેઆમ સ્મરણ દિન તરીકે ઉજવાય છે. આ દિવસે યોજાનારા દિલજીતના કોન્સર્ટનો બહિષ્કાર કરવાની સંગઠને હાકલ કરી છે. તેનાં ઈવેન્ટ સ્થળે રેલી સહિતનાં આયોજનોની પણ જાહેરાત કરાઈ છે.

