હંસલ મહેતાનો આગામી પ્રોજેક્ટ ઓટીટી રિલીઝ બિલિયોનર પર આધારિત છે. રિપોર્ટસના અનુસાર, આ વેબ સીરીઝ એક પાવરફુલ બિઝનેસમેનની તાકાત, પૈસા અને બરબાદીની વાર્તા પરઆધારિત હશે. રિપોર્ટસમાં એમ પણ જણાવામાં આવ્યું છે કે, આ વેબ સીરીઝ વિજય માલ્યા અથવા તો લલિદ મોદીથી પ્રેરિત હોઇ શકે છ.ે જોકે હજી સુધી હંસલ મહેતાએ આ બાબતે કોઇ સ્પષ્ટતા કરી નથી. જોકે આ એક ફોર્મલ બાયોપિક ન બનતા એક હાઇ-સ્ટેટસ ડ્રામા તરીકે બનાવવામાં આવશે.

આ વેબ સીરીઝ બિલિયનેરને હંસલ મહેતા અને રોબી ગ્રેવાલના સપોર્ટમાં બનાવવામાં આવી રહી છે. આ સીરીઝ અસલ જિંદગીની ઘટનાઓ અને પાત્રો પર આધારિત હશે. સીરીઝમાં અર્જુન રામપાલ ક્યુ પાત્ર ભજવશે તે ખાનગી રાખવામાં આવ્યું છે.
અર્જુન રામપાલે ધૂરંધર ટુમાં પોતાના રોલ માટે લોકપ્રિયતા મેળવી છે. અભિનેતા હવે ઓટીટી રિલીઝ બિલિયોનેરમાં પણ ધૂમ મચાવવાની તૈયારી કરી રહ્યો છે.

