BOLLYWOOD : કમનસીબ તમન્નાનું સોંગ બાહુબલી ધી એપિકમાંથી પણ કપાયું

0
49
meetarticle

તમન્ના ભાટિયાનો આજકાલ મુશ્કેલ સમય ચાલી રહ્યો હોય તેમ ‘બાહુબલી’ સીરિઝની બંને ફિલ્મો એક કરીને બનાવાયેલી ફિલ્મ ‘બાહુબલી, ઃ ધી  એપિક’માંથી પણ તમન્નાનું સોંગ ઉડાડી દેવાયું છે. હજુ થોડા સમય પહેલાં રીલિઝ થયેલી આર્યન ખાનની વેબ સીરિઝ ‘ધી બેડ્સ ઓફ બોલીવૂડ’માં પણ અર્શદ વરસીનાં કેરેક્ટર ગફૂરનાં ઈન્ટ્રોડ્કશન માટે તમન્નાનું એક સોંગ મૂકાયું હતું. પરંતુ સીરિઝના ફાઈનલ કટમાંથી આ ગીત ઉડાડી દેવાયું હતું.  

‘બાહુબલી’ના સર્જક એસ. એસ. રાજામૌલીએ સ્વીકાર્યું છે કે ‘બાહુબલીઃ ધી એપિક’ની લંબાઈ બહુ વધી ગઈ હતી અને તેથી તમન્ના અને પ્રભાસના કેટલાક પ્રેમ પ્રસંગો તથા તમન્નાનું ગીત આ ફિલ્મમાંથી કાપી નાખવાં  પડયાં છે. 

તમન્ના ભાટિયા બોલીવૂડમાં આઈટમ સોન્ગ માટે અત્યારે નિર્માતાઓની સૌથી ફેવરિટ હિરોઈન ગણાય છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here