BOLLYWOOD : કરીના કપૂરની દાયરા ફિલ્મમાં એક પણ ગીત નહિ હોય

0
15
meetarticle

કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારનની આગામી ફિલ્મ ‘દાયરા’માં એક પણ ગીત નહિ હોય. ફિલ્મની સર્જક મેઘના ગુલઝારે જણાવ્યું છે કે ફિલ્મની વાર્તા જે પ્રકારની છે તેમાં કોઈ ગીતને અવકાશ જ નથી. તેણે કહ્યું હતું કે ફિલ્મમાં ગીત અપ્રાસંગિક તથા કથા પ્રવાહને અવરોધશે તેમ લાગતાં કોઈપણ ગીત રાખવામાં આવ્યું નથી. ગીતકાર ગુલઝારની દીકરી હોવા  છતાં પણ મેઘનાએ ફિલ્મમાં બિનજરુરી ગીતો નહિ રાખવાનો મક્કમ નિર્ણય કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ હૈદરાબાદના એક રેપ કેસ પર આધારિત છે. 

મેઘનાની આ પહેલાંની તમામ છ ફિલ્મોનાં ગીતો તેના પિતા ગુલઝારે જ લખ્યાં છે. જોકે, ‘દાયરા’માં તેણે પિતાને કોઈ ગીત નહિ આપવા જણાવી દીધું હતું. આ ફિલ્મમાં અગાઉ આયુષમાન ખુરાના કામ કરવાનો હતો. પરંતુ, તેને પોતાના રોલમાં દમ નહિ  લાગતાં તેણે આ ફિલ્મ છોડી દીધી હતી. બાદમાં તેની જગ્યાએ પૃથ્વીરાજ સુકુમારન ગોઠવાયો હતો. ફિલ્મ તેનાં મૂૂળ શિડયૂલ કરતાં મોડી શરુ થઈ હતી અને હવે આ વર્ષમાં રીલિઝ થાય તેવી ધારણા છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here