BOLLYWOOD : કેનેડી ફિલ્મમાં સેન્સર બોર્ડે ડોનાલ્ડ ટ્રમ્પને બદલે પોમ્પ ટ્રમ્પ કરવા જણાવ્યું

0
12
meetarticle

અનુરાગ કશ્યપે સની લિઓની સાથે બનાવેલી ફિલ્મ ‘કેનેડી’માં સેન્સર બોર્ડે અનેક ફેરફારો સૂચવી મંજૂરી આપી છે. આ ફિલ્મ વિશ્વના કેટલાક ફિલ્મ ફેસ્ટીવલમાં રજૂ થઈ ચૂકી છે પરંતુ ભારતમાં બે વર્ષથી રીલિઝની પ્રતીક્ષામાં હતી.

સેન્સર બોર્ડે ફિલ્મમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ છે ત્યાં પોમ્પ ટ્રમ્પ કરવા સૂચવ્યું છે. દાઉદ ઇબ્રાહિમનો ઉલ્લખ પાકિસ્તાની ડોન તરીકે જ કરવા જણાવ્યું છે. ફિલ્મમાંથી કેટલાક અપશબ્દો પર કાતર ચલાવી દેવામાં આવી છે.

ફિલ્મમાં સંખ્યાબંધ દ્રશ્યોમાં સ્મોકિંગ દેખાડાયું છે. ત્યાં સ્મોકિંગ વિરોધી ડિસ્ક્લેમર મૂકવા જણાવાયું છે.

આ તમામ ફેરફારો સાથે ફિલ્મને એ સર્ટિફિકેટ અપાયું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here