BOLLYWOOD : ગોલમાલ ફાઈવમાં કરીના કપૂરનું પુનરાગમન થશે

0
54
meetarticle

અજય દેવગણ સહિતના કલાકારોની ફિલ્મ ‘ગોલમાલ ફાઈવ’નું શૂટિંગ આવતાં વર્ષે માર્ચમાં શરુ થશે. અજય દેવગણ પહેલાં ‘દ્રશ્યમ થ્રી’ને પ્રાયોરિટી આપી રહ્યો છે. બીજી તરફ રોહિત શેટ્ટી જોન અબ્રાહમ સાથેની રાકેશ મારિયાની બાયોપિકમાં વ્યસ્ત છે.

બંને ફ્રી થયા બાદ ‘ગોલમાલિ ફાઈવ’નું શૂૂટિંગ હાથ ધરશે. એક દાવા અનુસાર ‘ગોલમાલ ફાઈવ’માં કરીના કપૂરનું પણ પુનરાગમન થઈ શકે છે. આ ફ્રેન્ચાઈઝીની બે ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કરીના હવે પાંચમા ભાગમાં દેખાશે કે કેમ તે અંગે અત્યાર સુધી અનિશ્ચિતતા સેવાતી હતી. અરશદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે અને કુણાલ ખેમુ સહિતના કલાકારો પણ રીપિટ થઈ રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here