BOLLYWOOD : ઘમંડને કારણે સ્ટાર એક્ટર્સની કારકિર્દી બરબાદ, સ્ટારડમ પણ છૂટ્યું, હવે પસ્તાવો થાય છે!

0
50
meetarticle

લાઈફમાં સક્સેસ કોણ નથી ઈચ્છતું? શોબિઝમાં એક્ટર્સ ફેમ પાછળ ભાગે છે. કેટલાક સ્ટાર્સ એવા પણ હોય છે જેમને કરિયરમાં ફેમ, સક્સેસ, પૈસા બધુ જ મળે છે. પરંતુ એક ભૂલ તેમના આખા કરિયર અને સ્ટારડમને બરબાદ કરી શકે છે. આ રિપોર્ટમાં આપણે એવા સ્ટાર્સની વાત કરીશું જેમણે ઘમંડમાં પોતાનું કરિયર બરબાદ કરી નાખ્યું.

વિશાલ મલ્હોત્રા

વિશાલ મલ્હોત્રાને શાહિદ કપૂરની ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’થી ફેમ મળી છે. વિશાલને ફિલ્મથી અલગ સ્ટારડમ મળ્યું. આ સ્ટારડમ ક્યારે ઘમંડમાં ફેરવાઈ ગયું  તે તેને ખુદ ન સમજાયું. એક ઈન્ટરવ્યુમાં એક્ટરે સ્વીકાર્યું કે હું ઘમંડમાં આવી ગયો હતો. તેથી મેં ઘણા રોલ રિજેક્ટ કરી દીધા. ત્યારબાદ તેને 12 વર્ષ સુધી કંઈ કામ ન મળ્યું. છતાં તેને હજુ પણ સ્ક્રીન પર તે જગ્યા ન મળી શકી, જેના માટે તે લાયક હતો. વિશાલ હવે બિઝનેસ જગતમાં એન્ટ્રી કરી ચૂક્યો છે.

કરણ પટેલ

કરણ પટેલને ટેલિવિઝનનો શાહરૂખ ખાન કહેવામાં આવતો હતો. તે યે હૈ મોહબ્બતેં, કસ્તુરી અને કાવ્યંજલી જેવા શો માટે જાણીતો છે. તેને બેક ટૂ બેક શો ની ઓફરો મળી રહી હતી. પરંતુ પછી તેને સ્ટારડમનું ઘમંડ ચઢ્યું અને તેણે કુદ પોતાનું ચાલી રહેલું કરિયર ડૂબાડી દીધું. એવી ચર્ચા છે કે તે ત્રણ વર્ષ પછી કમબેક કરવા જઈ રહ્યો છે. પરંતુ તેનું કમબેક કેવું હશે, તે અંગે હજુ કોઈ માહિતી નથી. 

સાજિદ ખાન

સાજિદ ખાન ગ્લેમર વર્લ્ડમાં એક જાણીતું નામ છે. તેણે હાઉસફુલ, હે બેબી, હિંમતવાલા અને હમશકલ્સ જેવી અનેક સુપરહિટ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. જોકે, 2018માં જાતીય સતામણીના અનેક આરોપો બાદ તેમના કરિયર પર ભારે અસર પડી અને તેણે ફિલ્મોથી અંતર બનાવવું પડ્યું. 

અમન વર્મા

અમન વર્મા એક સમયે ફિલ્મ અને ટેલિવિઝન જગતનું એક મોટું નામ હતું. 2005માં એક પ્રાઈવેટ ન્યૂઝ ચેનલે એક સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં તેને કરિયરના બદલામાં એક મોડેલ પાસે યૌન સબંધની માગ કરતો દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે એક્ટરનો આ વીડિઓ ટેલિવિઝન પર પ્રસારિત થયો, ત્યારે તેની ખૂબ બદનામી થઈ. ત્યારબાદ તેને કામ મળવાનું ઓછું થઈ ગયું. આ તમામ સ્ટાર્સ પોતાના કરિયરના પીક પર હતા. પરંતુ એક ખોટા નિર્ણયના કારણે તેમના કરિયર પર ગંભીર અસર પડી. આજે આ તમામ સ્ટાર્સ એક્ટિવ તો છે, પરંતુ સિનેમા અને એક્ટિંગની દુનિયાથી દૂર છે. ચાહકો તેમના શાનદાર કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here