જાણીતા ફિલ્મ રાઈટર સલીમ ખાનની તબિયત લથડી છે. 90 વર્ષીય સલીમ ખાનને 17 ફેબ્રુઆરીના રોજ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

તેમના પરિવાર દ્વારા હજુ સુધી તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર માહિતી અપાઈ નથી. તેમના પુત્ર સલમાન ખાન સહિત અનેક લોકો હાલ લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા છે.

