BOLLYWOOD : જાહ્નવી કપૂર હવે સાઉથમાં વેબ સીરિઝમાં પણ કામ કરવા માંડી

0
21
meetarticle

હિન્દી ફિલ્મોમાં બહુ નોંધપાત્ર સફળતા મેળવવામાં નિષ્ફળ ગયેલી જાહ્નવી કપૂર સાઉથ તરફ વળી ચૂકી છે. અગાઉ તેણે તેલુગુ ફિલ્મ ‘દેવરા’માં કામ કર્યું હતું. હવે તેણે એક તમિલ વેબ સીરિઝ પણ સ્વીકારી છે.  આ સીરિઝ માટે તેણે ૨૦ કરોડ રુપિયાની ફી લીધી હોવાનો પ્રચાર થઈ રહ્યો છે. 

જાહ્વવી કમર્શિયલી બહુ સકસેસફૂલ સ્ટાર ગણાતી નથી. આથી નવી હિન્દી ફિલ્મોના પ્રોજેક્ટમાં  ભાગ્યે જ તેના નામની વિચારણા થાય છે. પિતા બોની કપૂરને કારણે તથા કરણ જોહરના સપોર્ટના કારણે તેને થોડીઘણી ફિલ્મો મળતી રહે છે. 

પિતા બોનીએ જ જાહ્નવીને સાઉથમાં નસીબ અજમાવવા સલાહ આપી હોવાનું કહેવાય છે. બોની કપૂર ખુદ સાઉથની ઈન્ડસ્ટ્રી માટે અનેક ફિલ્મો બનાવે છે. 

આથી, તેણે પોતાના ત્યાંના સપર્કોનો ઉપયોગ કરીને જાહ્વવીની કારકિર્દી પાટા પર ચઢે તેવા પ્રયાસો આદર્યા છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here