જાહ્નવી કપૂર અને ટાઈગર શ્રોફ બંને કમર્શિઅલ સફળતાની ગેરન્ટી આપનારા કલાકારોમાં સામેલ નથી.

આમ છતાં બંનેને બોલીવૂડમાં તેમના પારિવારિક સંબંધોને કારણે નવી નવી ફિલ્મો મળ્યા કરે છે. હવે તેમની ફિલ્મ ‘લગ જા ગલે’નું શૂટિંગ આવતા મહિનેથી શરુ થઈ રહ્યું છે.
મુંબઇમાં અલગ-અલગ લોકેશનો પર શૂટિંગ કરવામાં આવશે. આ ફિલ્મના શૂટિંગને આવતા વરસના મધ્યમાં આટોપી લેવાની અને ફિલ્મને ઉત્તરાર્ધમાં રિલીઝની યોજના છે. ફિલ્મની થીમ એક્શન તથા રોમાન્સ હોવાનું કહેવાય છે.

જાહ્નવીની ‘સની સંસ્કારી કી તુલસી કુમારી ‘ ટિકિટબારી પર સાધારણ દેખાવ કરી શકી છે. ફિલ્મમાં જાહ્નવીની એક્ટિંગની ટીકા થઈ છે. તેની આ પહેલાંની ફિલ્મ ‘પરમ સુંદરી’ પણ બોક્સ ઓફિસ પર ખાસ કાંઈ ઉકાળી શકી ન હતી. જ્યારે ટાઈગર શ્રોફની ‘બાગી ફોર’ સહિતની પાછલી તમામ ફિલ્મો સદંતર ફલોપ ગઈ છે.

