BOLLYWOOD : ઝુનૈદ અને સાંઇ પલ્લવીની ફિલ્મ 12 ડિસેમ્બરે રિલીઝ થશે

0
104
meetarticle

આમિર ખાને પુત્ર ઝુનૈદ માટે એક ફિલ્મનું નિર્માણ કર્યું છે જેની રિલીઝ ૧૨ ડિસેમ્બરના રોજ થવાની  છે. મેરે રહો નામની આ ફિલ્મ એક રોમેન્ટિક ડ્રામા હોવાનું કહેવાય છે. જેમાં ઝુનૈત સાથે સાંઇ પલ્લવીની જોડી જોવા મળશે.

ફિલ્મ મેરે રહો એ  ઝુનૈદનો ત્રીજો પ્રયાસ છે. જેમાં  એક ઓટીટી પર અને એક થિયેટરમાં ફિલ્મ રિલીઝ થઇ ચુકી છે.તેણે કારકિર્દીની શરૂઆત યશરાજ ફિલ્મસની મહારાજા થી કરી હતી. જેને સકારાત્મક પ્રતિક્રિયાઓ મળી હતી,જેને ઓટીટી પર રિલીઝ કરવામાં આવી હતી. 

આ પછી તેણે રૂપેરી પડદા પર લવયાપા નામની ફિલ્મ કરી જેને દર્શકોનો બિલકુલ રિસપોન્સ મળ્યો નહોતો.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ નીવડી હતી.  હવે પિતા આમિરે ઝુનૈદ માટે ફિલ્મ નિર્માણ કરી છે. લોકોનેઆશા છે કે,આ ફિલ્મ દ્વારા ઝુનૈદ બોલીવૂડમાં પોતાને યુવા અભિનેતા તરીકે સ્થાપિત કરી શકશે. આ ફિલ્મમાં જાપાનના સામ્પોરોના પ્રસિદ્ધ સ્નો ફેસ્ટિવલને દર્શાવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૪મમાં જાપાનમાં કરવામાં આવ્યું હતું. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here