BOLLYWOOD : દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે દિવાળી પર ફેન્સને આપી સરપ્રાઇઝ, દીકરી દુઆ સાથેની પહેલી તસવીર કરી શેર

0
46
meetarticle

બોલિવૂડની લોકપ્રિય જોડી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહે આ દિવાળીએ તેમના ફેન્સને એક ખાસ અને અણમોલ ભેટ આપી છે. કપલે પહેલીવાર તેમની દીકરી દુઆ પાદુકોણ સિંહનો ચહેરો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે.

સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો

દિવાળીના શુભ અવસર પર, દીપિકા અને રણવીરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સુંદર ફેમિલી ફોટો શેર કર્યો હતો. આ તસવીરમાં આ કપલ તેમની નાનકડી દુઆ સાથે જોવા મળે છે. ફોટામાં દુઆ હસતી જોવા મળી રહી છે અને તેના ચહેરાની માસૂમિયત અને સુંદરતાએ સૌનું દિલ જીતી લીધું છે.

ચાહકો અને સેલેબ્સે વરસાવ્યો પ્રેમ

જેવી દુઆની તસવીર સામે આવી, સોશિયલ મીડિયા પર જાણે ખુશીની લહેર દોડી ગઈ હતી. ચાહકો અને બોલિવૂડ સેલેબ્સ સતત કોમેન્ટ સેક્શનમાં પ્રેમ વરસાવી રહ્યા છે. અભિનેત્રી અનન્યા પાંડેએ લખ્યું, “ઓ માય ગોડ.” હંસિકા મોટવાણીએ કોમેન્ટ કરી, “કેટલી ક્યુટ છે.” ગૌહર ખાનએ લખ્યું, “આશીર્વાદ! ખુદા તમારા પરિવારને પ્રેમ, પ્રકાશ, સુરક્ષા અને સમૃદ્ધિ પ્રદાન કરે.

“વર્ષ 2024માં થયો હતો દુઆનો જન્મ:

દીપિકાએ 8 સપ્ટેમ્બર, 2024ના રોજ તેમની દીકરી દુઆને જન્મ આપ્યો હતો. ગયા વર્ષની દિવાળી પર, તેમણે તેમની દીકરીના નામનો ખુલાસો કર્યો હતો. તેમણે લખ્યું હતું, “અમારી દીકરીનું નામ દુઆ પાદુકોણ સિંહ છે! દુઆનો અર્થ પ્રાર્થના થાય છે, કારણ કે અમારી દીકરી અમારી પ્રાર્થનાઓનો જવાબ છે. અમારા હૃદય પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરેલા છે.”

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here