સંગીતકાર, ગાયક અને ફિલ્મ સર્જક પલાશ મુચ્છલે પોતે ભારતની મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના સાથે લગ્ન કરી રહ્યો હોવાની ઓફિશિયલ જાહેરાત કરી છે.

તાજેતરમાં એક ઈવેન્ટમાં પલાશે કહ્યું હતું કે સ્મૃતિ ટૂંક સમયમાં ઈન્દોરની વહુ બનવાની છે. જોેકે, તેણે લગ્નની ચોક્કસ તારીખ જાહેર કરી ન હતી.
પલાશ અને સ્મૃતિની રિલેશનશિપની ચર્ચા લાંબા સમયથી હતી. બંનેએ સોશિયલ મીડિયા પર તેમની અનેક સહિયારી તસવીરો પણ શેર કરી છે. જોકે, બંનેએ જાહેરમાં ક્યારેય તેમની રિલેશનશિપની સત્તાવાર ઘોષણા કરી ન હતી.
પલાશ અનેક ફિલ્મોના ગાયક, સંગીતકાર તરીકે જાણીતો છે તે ઉપરાંત તે અને તેની સિંગર બહેન પલક મુચ્છલ બંનેના દેશવિદેશના સ્ટેજ શો પણ ભારે લોકપ્રિય છે. સ્મૃતિ હાલ ભારતની મહિલા ક્રિકેટ ટીમની વાઈસ કેપ્ટન અને ઓપનર છે.

