સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’નું શૂટિંગ આવતા મહિને શરુ થશે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે તૃપ્તિ ડિમરી કામ કરી રહી છે.

ફિલ્મ એનાઉન્સ થયા બાદ શૂટિંગ શરુ થવામાં વિલંબ થયો છે. ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ થવામાં વાર લાગી હતી. બાદમાં દીપિકા પદુકોણે કામના કલાકો મુદ્દે ફિલ્મ છોડી દેતાં કાસ્ટિગ બદલાયું હતું. તેના સ્થાને તૃપ્તિ ડિમરીની એન્ટ્રી થઈ હતી. તેના કારણે પણ ફિલ્મમાં કેટલાક ફેરફારો થયા હતા. હવે ફિલ્મને લગતા તમામ પ્રી-પ્રોડકશન કામ પુરા થઇ ગયા હોવાથી ફિલ્મની ટીમ શૂટિંગ કરવા તૈયાર છે.
પ્રી-પ્રોડકશનના કામમાં લાંબો સમય લાગી ગયો હોવા છતાં સંદીપ વાંગા ઝડપથી તે ફિલ્મના શૂટિંગને પ્લાન મુજબ આટોપી લેશે.
સ્પિરિટ ફિલ્માં પ્રભાસ પ્રમાણિક પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.

