ફરહાન અખ્તર હવે કંટાળીને ‘ડોન થ્રી’માં જાતે જ મુખ્ય ભૂમિકા ભજવવાના મૂડમાં હોવાનું કહેવાય છે. જોકે, હજુ સુધી તેણે આ બાબતે આખરી નિર્ણય લીધો નથી. કોઈ મોટા કમર્શિઅલ સ્ટારની ગેરહાજરી તથા આ પ્રોજેક્ટ બાબતે ઘેરાયેલાં અનિશ્ચિતતાનાં વાદળોને કારણે ફરહાનને હવે આ ફિલ્મ માટે બજેટ મેળવવું બહુ અઘરું બની શકે છે.

ફિલ્મમાં ડોનની ભૂમિકા ભજવવાનો રણવીર સિંહે ઇન્કાર કર્યા પછી આ આ ફિલ્મ લટકી પડી હતી. વિક્રાંત મસ્સીએ પણ ફિલ્મમાં વિલનનો રોલ છોડી દીધો હતો. કાસ્ટિંગમાં વારંવાર ફેરફારો તથા અન્ય કારણોસર આ ફિલ્મ બે વર્ષથી શરુ થઈ શકી નથી.
ફરહાને અગાઉ રણવીરના વિકલ્પે હૃતિકનો સંપર્ક કર્યો હોવાની વાત બહાર આવી હતી. પરંતુ, હૃતિકે આ વાતનો ઈન્કાર કર્યો હતો. એક તબક્કે શાહરુખને ફરી આ ફ્રેન્ચાઈઝીમાં પુનરાગમન માટે કહેણ અપાયું હોવાની પણ વાત હતી. રણવીરે આ ફિલ્મ છોડી દેતાં ફરહાનને ૪૦ કરોડનું નુકસાન થયું છે. ફરહાને રણવીર પાસેથી આ વળતર માગ્યુું છે.
જોકે, રણવીરે ઈન્કાર કરી દેતાં આ વિવાદ હવે પ્રોડયૂૂસર ગિલ્ડમાં ગયો છે.

