‘બોર્ડર ટુ’માં અક્ષય ખન્ના, સુનિલ શેટ્ટી અને સુદેશ બેરીના મૂળ ફિલ્મનાં પાત્રોની ઝલક દેખાડાશે એમ જાણવા મળ્યું છે. મૂળ ફિલ્મમાં આ ત્રણેયનાં પાત્રોને શહીદ થતાં દેખાડાયાં હતાં.

અગાઉ રજૂ થયેલી ફિલ્મ અને મૂળ ફિલ્મ વચ્ચે વાર્તા કે ભાવનાત્મક તંતુ સાધવા માટે આ ઉપાય અજમાવાયો હોવાનું કહેવાય છે. ‘બોર્ડર ટુ’ પણ ૧૯૭૧નાં ભારત-પાકિસ્તાન યુદ્ધ પર જ આધારિત છે. જોકે, તેમાં એરફોર્સનાં પરાક્રમો પર ફોક્સ કરાયું હોવાનું કહેવાય છે. ફિલ્મમાં સની દેઓલ લીડ રોલમા હશે. તેની સાથે વરુણ ધવન, સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝ પણ સ્ક્રીન શેર કરવાના છે.

