BOLLYWOOD : મધુર ભંડારકરે વાંધો લેતાં ‘ચાંદની બાર ટુ’ વિવાદમાં

0
38
meetarticle

ચાંદની બાર ટુ’ વિવાદમાં ફસાઈ છે. નિર્માતા સંદિપ  સિંહ અને દિગ્દર્શક અજય બહલ દ્વારા ‘ચાંદની બાર રિટર્ન્સ’ ટાઈટલના ઉપયોગ સામે મધુર ભંડારકરે વાંધો લીધો છે. 

તેણે આ મુદ્દે  ઇન્ડિયન મોશન પિકચર પ્રોડયૂસર્સ એસોસિએશનમાં ફરિયાદ કરી છે. ઈમ્પાએ આ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી ‘ચાંદની બાર રિટર્ન્સ ‘ ટાઈટલના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.  જોકે,  સંદીપ સિંહના લીજેન્ડ સ્ટુડિયોઝે  દાવો કર્યો છે કે ‘ચાંદની બાર’ ને આગળ વધારવાના તમામ હક્કો તેમની પાસે છે. 

આ ફિલ્મના મૂળ નિર્માતાઓના નોમિની તરીકે સ્વ. આર મોહનનાં પત્ની લત્તા મોહન  ઐયર છે અને તેમણે  તેમની પાસેથી આ હક્કો મેળવ્યા છે. તેમણે ટ્રેડમાર્કે લગતા કાયદાઓનું અનુપાલન કરીને આ હક્કો મેળવ્યા છે.ઉલ્લેખનીય  છે કે ‘ચાંદની બાર રિટર્ન્સ’માં મુખ્ય ભૂમિકા માટે શર્વરી વાઘ, તૃપ્તિ ડિમરી તથા અનન્યા પાંડેના નામોની વિચારણા થઈ રહી છે. જોકે, આ કાનૂની વિવાદ બાદ ફિલ્મ આગળ ધપશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા સેવાય છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here